
મહીસાગર જિલ્લામાં નલ-સે-જલ યોજનાના અમલીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની શંકા સામે આવી છે. ગામડે શુદ્ધ અને પીવાનું પાણી સુલભ થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ મહત્ત્વાકાંક્ષી યોજનામાં જ ગેરવહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગતાં જિલ્લા પ્રશાસન જ નહીં, પણ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લાના અનેક ગામોમાં નલ-સે-જલ યોજનાના કામો કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા, પરંતુ વાસ્તવમાં કામ અધૂરું હતું કે નીચી ગુણવત્તાનો સામાન વપરાયેલો હતો. અનેક જગ્યાએ કાર્ય પૂર્ણ ન થયાં હોવા છતાં પૂર્ણતા પ્રમાણપત્રો (Completion Certificates) આપી દેવાયા હતા.વિશેષ વાત એ છે કે, કેટલીક જગ્યાએ માપણી પંચ (Measurement Book) સહિતના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ નથી, જ્યારે મંજુર થયેલા બિલોમાં પણ ગેરરીતિઓ જોવા મળી છે.આ આક્ષેપોની ગંભીરતા જોતા મામલો વડોદરા સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા:નકલી સિક્કા (Stamps)ના ઉપયોગનાં પુરાવા,બિલો મંજુર કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન,દસ્તાવેજોમાં સહી સરખી હોવા છતાં સિક્કા જુદા,ટેન્ડર અને સામાનની ખરીદીમાં ગેરવહીનાં સંકેતો,સીઆઈડી સ્તરે ટેકનિકલ નિષ્ણાતો અને ફોરેન્સિક ટીમની મદદથી દસ્તાવેજો, સિક્કા અને સહીને ચકાસવાની પ્રક્રિયા ચાલી રહી છે.પ્રાથમિક પૂછપરછના ભાગરૂપે જિલ્લાના અંદાજે 100 જેટલા સરપંચો અને તલાટીઓને નોટિસો મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ફરિયાદો સાચી સાબિત થાય તો સંબંધિત સરપંચો, તલાટી અને એજન્સીઓ સામે ફોજદારી કાર્યવાહી અને અટકાયત પણ થઈ શકે છે.મળી રહેલી માહિતી મુજબ, કેટલાક પ્રભાવશાળી તત્વો દ્વારા આ કૌભાંડને દબાવવા અને સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો.




