
બાલાસિનોર,
બાલાસિનોરની રામજી મંદિર વિસ્તારમાં રહેતાં અને બેંક મા મેનેજર તરીકે ફરજ બજાવતાં વ્યકિત જેઓ પોતાના બહેનના ઘરે ખબર જોવા પોતાના પરિવાર સાથે ગયા હતાં ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના અને રોકડ સહિત કુલે રૂપિયા એક લાખ નેવું હજાર અને સો રૂપિયાની માલમતાની ચોરી કરી ગયા હતાં આ ચોરીને કારણે પોલીસના નાઈટ પેટ્રેલિંગ સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે. તો બીજી તરફ આજ દિવસે સોસાયટીમાં બીજા અન્ય મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યુ હતાં જયારે આ સોસાયટીમાં મોટા ભાગના શિક્ષકો બહારથી આવી વસેલા છે જેઓ સ્કૂલ વેકેશન દરમ્યાન પોત પોતાના વતને જતા હોય તસ્કરોને મોકળુ મેદાન મળી જાય છે. જેથી કરી પોલીસ દ્રારા આવા સમયે નાઈટપ્રેટોલિંગ વધુ સઘન બનાવી આવા તસ્કરોને ઝડપી પાડવા પ્રજામા માંગ ઉઠી છે.બાલાસિનોર નગર વિસ્તારના રામજી મંદિર પાસે રહેતા ગોપાલભાઈ શાહ જેઓ બાલાસિનોરની નાગરિક સહકારી બેંક મા મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેઓ પોતાના બહેનના ઘરે તેમના બનેવીની તબીબી નાજુક હોય ખબર જોવા ગયા હતાં. જેઓ આજ તા. ૧૫/૦૪/ ૨૦૨૬ના રોજ સવારના ૬:૦૦ વાગ્યે અમદાવાદ થી પોતાના ઘરે બાલાસિનોર પરત ફર્યા હતા તે દરમિયાન તેમના પાડોશી એ ફોન કરી જણાવેલ કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તો ગોપાલભાઈ એ ઘર નો દરવાજો બંધ કરવા જણાવેલ તેઓ ઘરે આવી ઘરમાં તપાસ કરતા લાકડાના કબાટનો સમાન વેર વિખેર જોતા ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી કોઈ અજાણ્યા ચોર ઈસમો એ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ગૃહ પ્રવેશ કર્યો હતો અને તેમના ધરના લાડકાનું કબાટ નો સામાન વેર વિખેર થતાં તેઓએ બાલાસિનોર પોલીસને જાણ કરી હતી જયાં બાલાસિનોર પોલીસ તાબળતોબ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ કરતાં તીજોરીમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલે રૂપિયા એક લાખ નેવુ હજાર અને સો રૂપિયા ની મતાની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું જયારે પોલીસે વધુ તપાસ કરતાં જણાવા મળ્યું કે સોસાયટીમાં રહેતા જયેશભાઈ ઉપાધ્યાયના મકાનમા પણ દરવાજાનો નકુચો તોડી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ બનાવની ગંભીરતાને લઈ બાલાસિનોર પોલીસે બેંક મેનેજર ગોપાલભાઈ શાહની ફરીયાદના આધારે તસ્કરોને પકડીપાડવા ચક્રોગતિમાન કર્યા છે.




