
પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહ જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે પી ભંડારી સાહેબ. દાહોદ વિભાગ દાહોદનાઓએ મિલ્કત સબંધી, શરીર સબંધી, અન-ડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલદાહોદ ટાઉન પો.સ્ટે. ખાતે ગઇ તા.૦૬/૧૧/૨૦૨૫ ના રોજ એક OPPO કંપનીનો AS7 મોડેલનો LASER WHITE કલરનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૨,૪૯૯/- નો દાહોદ ગરબાડા ચોકડી પર આવેલ શાકભાજી માર્કેટમાંથી આ કામના ફરીયાદી મોપેડની આગળની ડીકીમા રાખેલ મોબાઇલ કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતની ફરીયાદ દાહોદ ટાઉન એ ડિવિઝન પો.સ્ટે દાખલ થતા દાહોદ ટાઉન એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ કામળીયા નાઓના સુપરવીઝન હેઠળ ગુન્હો ડિટેક્ટ કરવા પોલીસ સ્ટાફના માણસોએ ચોરાયેલ મોબાઇલની ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સના આધારે માહીતી મેળવી ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.ગુન્હાની વિગતદાહોદ ટાઉન એ ડીવી. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૮૨૧૦૧૧૨૫૧૯૮૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબપકડાયેલ આરોપીનુ નામ સરનામું.(૧) અંકિત ઉર્ફે કાળો સ/ઓ નરેશભાઇ જાતે પલાસ ઉ.વ.-૨૦ રહે.- અભલોડ, વરજાનીયા ફળીયું, તા-ગરબાડા .-ειહોદ.કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ- શ્રી એ.એમ.કામળીયા પોલીસ ઇન્સ્પેકટર(૧) શ્રી જીતેષભાઇ પ્રેમજીભાઇ અ હે.કો.બ.નં. ૬૬૫(૨) નિકુંજભાઇ ચમનભાઈ અ.પો.કો. બ.નં.૭૭૬(૩) ગુલાબભાઇ હરદાસભાઈ આ.પો.કો. બ.નં.૧૦૨(૪) ગોપાળભાઇ ડાહયાભાઇ અ.પો.કો. બ.નં.૬૬૨(૫) કરણભાઇ રામાભાઇ અ.પો.કો. બ.નં.૧૪૫૪(૬) રવીભાઈ ઝીણાભાઇ અ.પો.કો. બ.નં.૮૬૮




