
સાડા ત્રણ વર્ષ પહેલા અમેરિકન સાથે મેરેજ કરનારી યુવતી ગ્રીન કાર્ડ મળે તે પહેલા કેનેડા ગઈ અને બોર્ડર પર અરેસ્ટ થઈ ગઈઅમેરિકામાં ત્રણ બાળકો સાથે રહેતી તેમજ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરનારી એક યુવતીની કેનેડા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે.
મૂળ ન્યૂઝિલેન્ડની સારા શૉ છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમેરિકામાં રહે છે, સારાને તેના યુએસ સિટીઝન પતિએ સ્પોન્સર કરી હતી પરંતુ અમેરિકા આવ્યા બાદ ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનેલી સારાએ વાવા લૉ હેઠળ પોતાની રીતે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું હતું.વોશિંગ્ટન સ્ટેટમાં રહેતી સારા સ્ટેટ એમ્પ્લોઈ છે, જુલાઈ 24ના રોજ તે પોતાના બાળકોને ન્યૂઝીલેન્ડ જતી ફ્લાઈટમાં બેસાડવા માટે વેનકુંવર ગઈ હતી. બે બાળકોને વેનકુંવર ડ્રોપ કર્યા બાદ સારા છ વર્ષના દીકરા સાથે અમેરિકા આવી રહી હતી ત્યારે તેની પાસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ ના હોવાનું જણાવી તેને અને તેના દીકરાને અરેસ્ટ કરી લેવાયા હતા.ત્રણ સંતાનો સાથે અમેરિકામાં રહેતી યુવતીની કેનેડા બોર્ડર પર ધરપકડસાડા ત્રણ વર્ષ પહેલા અમેરિકન સાથે મેરેજ કરનારી યુવતી ગ્રીન કાર્ડ મળે તે પહેલા કેનેડા ગઈ અને બોર્ડર પર અરેસ્ટ થઈ ગઈઅમેરિકામાં ત્રણ બાળકો સાથે રહેતી તેમજ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરનારી એક યુવતીની કેનેડા બોર્ડર પર ધરપકડ કરવામાં આવી છે. મૂળ ન્યૂઝિલેન્ડની સારા શૉ છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમેરિકામાં રહે છે, સારાને તેના યુએસ સિટીઝન પતિએ સ્પોન્સર કરી હતી પરંતુ અમેરિકા આવ્યા બાદ ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ બનેલી સારાએ વાવા લૉ હેઠળ પોતાની રીતે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું હતું.વોશિંગ્ટન સ્ટેટમાં રહેતી સારા સ્ટેટ એમ્પ્લોઈ છે, જુલાઈ 24ના રોજ તે પોતાના બાળકોને ન્યૂઝીલેન્ડ જતી ફ્લાઈટમાં બેસાડવા માટે વેનકુંવર ગઈ હતી. બે બાળકોને વેનકુંવર ડ્રોપ કર્યા બાદ સારા છ વર્ષના દીકરા સાથે અમેરિકા આવી રહી હતી ત્યારે તેની પાસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ ના હોવાનું જણાવી તેને અને તેના દીકરાને અરેસ્ટ કરી લેવાયા હતા.સારાએ અમેરિકન પતિ સાથે ડિવોર્સ થયા બાદ VAWA લૉ હેઠળ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કર્યું હતું અને તેની પાસે વર્ક પરમિટ પણ હતી પરંતુ અમેરિકાથી બહાર જવાની મંજૂરી ના હોવાના કારણે તેને કેનેડાથી પાછા આવતી વખતે અરેસ્ટ કરાઈ હતી. નવાઈની વાત એ છે કે સારા અમેરિકાથી કેનેડામાં એન્ટર થઈ ત્યારે તેની કોઈ તપાસ નહોતી થઈ પરંતુ પાછા આવતા તે મોટી સમસ્યામાં આવી ગઈ હતી. સારા પાસે યુએસમાં રહેવાનું જે ઓથોરાઈઝેશન છે તેને કોમ્બો કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે, તેના દીકરા પાસે ટ્રાવેલ પરમિશન હતી પરંતુ સારા પાસે તેને લગતું ડોક્યુમેન્ટ ના હોવાથી તેને સીધી જેલભેગી કરી દેવાઈ હતી.




