
જેસીઆઈ બાલાસિનોર દ્વારા શહીદ વીર તુલસીદાસજીની યાદમાં ભવ્ય ઇન્ટર-સ્કૂલ ક્વિઝ સ્પર્ધાનું બાલાસિનોર પબ્લિક સ્કૂલ ખાતે તા. 18/08/2025, સોમવારના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે ભૂતપૂર્વ ઝોન પ્રેસિડન્ટ જેસી ડૉ. રાકેશ સર, ZVP વિકેન સર, પાસ્ટ પ્રેસિડન્ટ જેસી વિમલ સર, જેસી મુકેશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.📚 બાલાસિનોર વિસ્તારની કુલ 13 શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભાગ લેનાર શાળાના પ્રતિનિધી શિક્ષકો પણ ઉપસ્થિત રહી સ્પર્ધાનું આનંદ માણ્યો. આધુનિક કાહુટ પદ્ધતિથી કોમ્પ્યુટરાઈઝ્ડ ક્વિઝ યોજાઈ, જે વિદ્યાર્થીઓ માટે અનોખો અનુભવ રહ્યો. દરેક બાળકોએ શીખવાની જીજ્ઞાસા તથા સ્પર્ધાત્મક ઉત્સાહ સાથે ભાગ લીધો.🏆 પરિણામઃપ્રથમ સ્થાન – જય જલારામ સ્કૂલબીજું સ્થાન – ઓચ્છવલાલ માધ્યમિક શાળાત્રીજું સ્થાન – બખલીવાલા ઉચ્ચત્તર પ્રાથમિક શાળા, બાલાસિનોરદરેક ભાગલેનાર વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા. આયોજન સ્થળ શાળાના પ્રતિનિધી ગિરીશ સર અને તેમનો સ્ટાફ કાર્યક્રમ સંચાલનમાં સહયોગી રહ્યો.🎁 વિજેતા વિદ્યાર્થીઓને જેસી વિનયભાઈ થાનકી સરના સૌજન્યથી ગિફ્ટ આપવામાં આવી.🤝 જેસી ડૉ. રાકેશ શાહ અને ભૃકુટી શાહ તરફથી સૌજન્ય સહકાર પ્રાપ્ત થયો.✨ કાર્યક્રમનું સંચાલન જેસી મુકેશ લાલવાણી સરે કર્યું.આ આયોજન સફળ બનાવવા બદલ શાળાના મેનેજમેન્ટ, ઉત્સાહી સેક્રેટરી જેસી હાર્દિક, પ્રોજેક્ટ ડિરેક્ટર જેસી રોનક સાવલસા, જેસી વિહાગ, જેસી સુનિલભાઈ, જેસી જન્મેશભાઈ, જેસી અચલભાઈ, જેસી અબ્દુલ, જેસી હિરેનભાઈ તથા જેસીઆઈ પરિવારના તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.પ્રમુખ જેસી દિનેશ પટેલ દ્વારા બાલાસિનોર પબ્લિક સ્કૂલને યજમાન પદ સ્વીકારી સહયોગ આપવા બદલ આભાર અને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી.




