
બાલાસિનોર બ્લોક માંથી ઉદેસિંહ પરમાર અને વિરપુર બ્લોક માંથી રાધુંસિંહ પરમાર ને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યું આણંદ અમૂલ ડેરીની ચૂંટણી તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજવાની છે. ત્યારે તા. ૨૦મી ઓગસ્ટ એટલે કે એકથી ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ દ્વારા અને કોંગ્રેસ દ્વારા પેનલની રચના કરવામાં આવી હોવાના ગુજરાત સમાચારમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં બાલાસિનોર અને વિરપુર બ્લોકમાં ભાજપ નેતાઓ જેમણે ભાજપ માંથી ચૂંટણી લડવા દાવેદારી કરેલ જે ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરતા હોબાળો મચ્યો હતો. છપાયેલા સમાચારમાં બાલાસિનોર બ્લોક માંથી ઉદેસિંહ પરમાર અને વિરપુર બ્લોક માંથી રાધુંસિંહ પરમાર ને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યું હોવાનું છપાંતાં બંને નેતાઓએ પ્રેસ કોન્ફ્રાન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે આ સમાચાર કલ્પીત તદ્દન ઉપજાવી કાઢેલ ટેબલ સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવામાં આક્ષેપ કરવામાં આવ્યા છે તેમજ આ અહેવાલ તદ્દન ખોટા-બનાવટી અને ખેડૂતો અને પશુપાલકો ને ભ્રમિત કરવા કોંગ્રેસ પ્રેરિત બનાવટી સમાચાર છાપવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તેમજ અમે બંને ભાજપના દાવેદાર છઈએ તેમજ ભાજપાના વફાદાર સક્રિય સદસ્યો છીઈએ અમે ભાજપની પેનલમાંથી દાવેદારી કરવા પ્રદેશ મોવડી મંડળ ને રજુઆતો કરેલ છે, ભાજપા પ્રદેશ મોવડી મંડળ જે ઉમેદવાર પસંદ કરશે તેને અમે જીતાડવાના છઈએ એવું પણ જણાવ્યું હતું. તેમજ અનેક આક્ષેપો સાથે મહીસાગર જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફ્રાન્સ યોજી હતી.
બાલાસિનોર બ્લોકમાં કુલ ૯૪ મતો છે તથા વિરપુર બ્લોક માં કુલ ૯૫ મતો છે બંને બ્લોક માં ૮૫ કરતાં વધુ મતો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ને વરેલા મતદારો છે બાલાસિનોર બ્લોકમાં કુલ ચાર દાવેદારોએ તથા વિરપુર બ્લોકમાં કુલ સાત દાવેદારો એ પોતાની ઉમેદવારી માટે ભાજપા પ્રદેશ મોવડી મંડળ ને પોતાની દાવેદારી કરેલ છે આ દાવેદારો સાથે રહી કોઈપણ જાતના વિખવાદ સિવાય દાવેદારી કરેલ છે તેવું બંને નેતાઓએ જણાવ્યું હતું.
વિરપુર બાલાસિનોર બ્લોક માટે બીજેપીએ હાલ કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યોમહીસાગર જિલ્લાના વિરપુર અને બાલાસિનોર બે બ્લોક અમુલ ડેરીના છે જેને લઈ અમારા બે કાર્યકર્તાઓ ના નામ કોંગ્રેસની પેનલમાં છે એવું ગુજરાત સમાચારમાં આવ્યું છે આ લોકો પાર્ટીના વફાદાર છે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી લોકોને ભ્રમિત કરતા સમાચાર હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ બીજેપી એ કોઈ ઉમેદવારની જાહેરાત નથી કર્યો તેમ દશરથ બારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહીસાગર જણાવી રહ્યા છે..




