સર્વ સમાજ સેના અને યુવા ક્ષત્રિય સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતુભા દ્રારા રજુઆત ને ધ્યાનમાં લઇ ને એસ ટી બસ સેવા શરૂ કરવામાં આવી. બસ શરૂ થવાથી ગામડાં ના વિધાર્થીઓ અને પબ્લિક માં ખુશી ની લહેર છવાઈ ગઈ. રાજપૂરી દરવાજા, સલીયાવલી દરવજા, તળાવ દરવાજા અથવા એમ એન્ડ ઓ શાળા બાજુ જે બસો ચાલુ કરી છે તેનાથી વજેપુરા, બળિયાદેવ, બિલનામુવાડા, ઓથવાડ, ઓથવાડ ના પરા વિસ્તાર ના મુવાડા, નવગામાં, પરપડિયા, ભૂતિયા, દનાદરા દરેક ગામ ના વિધાર્થીઓ ને ખુબ મોટો ફાયદો થયો છે તેઓ ને 2-3 km ચાલી ને વરસાદ માં શાળા જવું પડતું અને અમુક સમયે સમય સર પહોચી સકતા નતા પણ હવે તેઓ ને સમય બચશે ચોમાસા માં, ઉનાળા માં જે તકલીફ પડતી હવે તે દૂર થઈ ગયી છેલ્લા 10-12 વર્ષ થી આ રૂટ પર બસ બંધ કરવામાં આવી હતી આ રૂટ પર મોટા ભાગ ની શાળા ઓ આવેલી તેમાં આ સાઈડ ના ગામડાં ના વિધાર્થીઓ 100 થી વધારે આવે છે. પણ હિતુભા દ્રારા દરેક જગ્યાએ અરજીઓ કરી, મૌખિક રજુઆત કરી અને આંદોલન કર્યા બાદ આ બસો નો રૂટ બદલવામાં આવ્યો. આથી તમામ એસ ટી ડિપાર્ટમેટ નો ખુબ ખુબ આભાર માનું છું. વિધાર્થીઓ માં ખુશી લહેર જોવા મળી..
Views: 73
Read Time:1 Minute, 39 Second
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%




