
દેવગઢ બારીયા, દાહોદ જિલ્લો:Devgadh Baria Police Station વિસ્તારમાં જુના બારીયા ગામેથી ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતા એક આરોપીને દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કારતુસ નંગ-૦૫ સાથે ઝડપી પાડ્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ગેરકાયદે રીતે હથિયાર રાખી વિસ્તારમાં ભયનો માહોલ સર્જી રહ્યો હતો. ટીમ દ્વારા ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરતા સ્થળ પરથી દેશી તમંચો અને પાંચ જીવતા કારતુસ કબજે કરવામાં આવ્યા હતા.આ મામલે આરોપી સામે હથિયાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પ્રતિબદ્ધ છે.સ્થાનિકોમાં પોલીસની આ કાર્યવાહી અંગે સંતોષની લાગણી જોવા મળી રહી છે.




