
દિગ્વિજય અને તેના ચાર મિત્રો મળી માંડલીયા ગામના યુવકને લોખંડના સળિયા અને દંડા વળે માર મારતા યુવકની હાલત ગંભીરવિરપુર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ દિગ્વિજય ઉર્ફે ડીગા ની ગુંડાગરદી સામે આવી છે દિગ્વિજય અને તેના અન્ય ચાર મીત્રો દ્વારા લોખંડના સળિયા તેમજ લાકડાના દંડા વળે માર મારતા માંડલીયા ગામના યુવકને માર મારી ગંભીર ઈજાઓ પોહચાડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. નૂરપુર ચોકડી થી કરેણા ગામે જવાના રસ્તા પર વિરપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજય તેમજ તેના અન્ય ચાર મિત્રો દ્વારા માંડલીયા ગામના જયપાલસિંહ પરમારને પાણીમાં કઈક મેળવી પીવડાવતા જયપાલસિંહ ને ઉલટી તેમજ ચક્કર આવતા રસ્તા પર સુવડાવેલ તેવામાં તેના ફોન પર તેના મિત્રનો ફોન આવતા દિગ્વિજયે ફોન ઉપાડી લેવા માટે બોલાવ્યો હતો તેવામાં જયપાલસિંહ ના ભાઈ જીજ્ઞેશ સુપર કેરી (ડાલું) લઈ ને લેવા આવ્યો હતો તે સમયે દિગ્વિજય હાથમાં લોખંડનો સળિયો લઈને તથા યુવરાજસિંહ લાકડાનો દંડો લઈને તેમજ રાહુલ અને પ્રવીણ લાકડાનો દંડો અને સળિયા લઈને ભેગા મળી સળિયા અને દંડા વળે સુપર કેરી વાન (ડાલા) ના આગળના ભાગે કાચ ઉપર મારતા કાચ તૂટી ગયો હતો જેથી જીજ્ઞેશ નીચે ઉતરી જતા દિગ્વિજએ જીજ્ઞેશ ને ગાલ ઉપર થપ્પડો મારી ગાળો બોલી કહેવા લાગ્યો કે તે જયેશ્રી બેનને (નામ બદલેલ છે )કેમ સિમ કાર્ડ આપ્યું તેમ કહી યુવરાજે લાકડી મારી તેમજ પકો, રાહુલ અને પ્રવીણ સહિત પાંચે ભેગા મળી સળિયા અને લાકડી વળે માથા તેમજ પગના ભાગે મારી ઈજાઓ પોહચાડી હતી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી ધમકી આપી હતી અને જો તું જાનકી ને સીમકાર્ડ આપીશ તો તને પતાવી દઈશું તેમ કહી ફરાર થઈ ગયા હતા ત્યાર બાદ જીજ્ઞેશ 108 ની મદદથી વિરપુર CHC ખાતે લાવવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સરવાર ખાતે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડ્યા બાદ વધુ તબિયત બગડતા મોડાસા યુનિટી હોસ્પિટલમાં ખસેડતાં હાલ સારવાર હેઠળ છે તો બીજી તરફ વિરપુર પોલીસે ફરિયાદ દાખલ કરી પાંચે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. *આરોપીઓ ના નામ* બોક્ષ: 1.દિગ્વિજયભાઈ ચતુરભાઈ રાઠોડ, 2.પકો બંને રહે ગામ.લીંબરવાળા, 3.યુરાજસિંહ હિમતસિંહ ઠાકોર રહે, ગામ.નૂરપુર અલુજીનીવાવ, 4.પ્રવીણ રહે ગામ. બાર, 5 રાહુલ જેનું નામ સરનામું ખબર નથી.બોક્ષ:- યુવા મોરચાના પ્રમુખ દિગ્વિજય અને અન્ય યુવકો દ્વારા થોડા દિવસો પહેલા પણ ડેભારી ચોકડી પાસે રાજેસ્થાનન યુવકને માર માર્યો હતો જેને વિરપુર છોડાવી દેશું તેવી ધમકી આપી ફરિયાદ આપતા રોક્યો હતો.




