
Views: 114

Read Time:54 Second
ભિલોડા પંથકમાં તરખાટ મચાવનારા રીઢા ગુનેગારને ઝડપી લઈ ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.ભિલોડા પોલીસને મોહનપુર ત્રણ રસ્તા જતાં બાતમી મળી હતી કે,ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા શખ્સો પૈકીનો એક શખ્સ ચોરી કરેલા મુદ્દામાલ સાથે ધોલવાણી ચોકડી ખાતે ઉભેલો છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી રીઢો ગુનેગાર આરોપી આઝાદ ઉર્ફે અજય રૂપલાલ બરંડા (રહે. કણબઈ બરંડા ફળી, તા. નયાગાંવ, જિ. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી લીધો હતો.તેની પાસેથી સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




