
કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં
મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવની અધ્યક્ષતામાં બચકરિયા ગામ ખાતે વિલેજ વિઝીટનું આયોજન કરવામા આવેલ તથા ઝાલા સાગ ગામ ખાતે રાત્રિ સભા નું આયોજન કરવામાં આવેલ.જેમાં ગામના આગેવાનો, યુવાનો , મહિલાઓ. ગામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા. જેમાં પોલીસની ફરજો વિશે ,વ્યસન મુક્તિ, રાહવીર યોજના ,બાળ સુરક્ષા, બાળ લગ્ન,પોક્સો એક્ટ,સાઈબર ક્રાઈમ તેમજ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા જરુરીમાર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પોલીસ તથા પ્રજાજનો વચ્ચે અંતર ઘટે તેવાં પ્રયત્નો કરવામાં આવેલા તેમજ ઞામની જીવન શૈલી,સામાજિક,આર્થિક , તેમજ આરોઞ્ય વિશેની માહીતી અપાયેલ. ઞ્રામજનોના પ્રશ્ર્ન સાભળી તેમજ સમૂહ લગ્ન કરાવવા અંગે સમજ કરી, તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા વિસ્તારમાં વધુ ને વધુ યુવાનો ભાગ લે તે સારું તથા પરીક્ષાલક્ષી તૈયારી માટે કાયદાકીય અને પધ્ધતિસર માર્ઞદશઁન આપવામા આવેલ.




