
મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનોની સુરક્ષા ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.પોલીસ ભરતી માટે તૈયારીઓ કરી રહેલા યુવાનો રાત્રિના સમયે રનિંગ અને પ્રેક્ટિસ કરતા હોય છે, જેના કારણે રોડ અકસ્માતની શક્યતા વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બાલાસિનોર પોલીસ દ્વારા યુવાનોને રેડિયમ લાઈટ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું.આ રેડિયમ લાઈટ સ્ટીક રાત્રિના સમયે દૂરથી જ દેખાઈ શકે છે, જેના કારણે વાહન ચાલકોને યુવાનો દેખાય અને અકસ્માત થવાની શક્યતા ઘટે છે. પોલીસ દ્વારા યુવાનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા સુરક્ષિત રીતે પ્રેક્ટિસ કરવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ પહેલને કારણે યુવાનોમાં ખુશી જોવા મળી હતી અને પોલીસ વિભાગની આ સુરક્ષાત્મક કામગીરીને સરાહના મળી રહી છે.




