પોલિસ સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યું. સાથે જ બાળકોને વિવિધ પ્રકારની ઠગાઈઓ અને સાયબર ક્રાઇમથી સાવચેત રહેવાની જાગૃતિ આપી, જેમ કે ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવાની સલાહ, પાસવર્ડનું મહત્વ, અનિચ્છિત સંદેશાઓ/ફ્રોડથી બચવાની માહિતી. ટ્રાફિક સલામતી અને નિયમો વિશે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.પ્રોત્સાહનરૂપે, દરેક વિદ્યાર્થીને પોલીસ સ્ટાફ દ્વારા પેન ભેટરૂપે આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને નવી ઊર્જા ઊભી થાય. બાળદિનની આ સુંદર ઉજવણીએ બાળકોના મનમાં આનંદ અને પ્રેરણાનો નવો ઉમંગ જગાવ્યો.